સ્વચ્છતા અભિયાનઃ વલસાડ જિલ્લાની પાંચ પાલિકા દ્વારા તળાવ-નદી કિનારો, પ્રતિમા અને ગાર્ડનની સફાઈ કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત "૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત આજ રોજ બુધવારે વલસાડ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા કપિલેશ્વર તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા મ્યુઝિયમની બહાર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા લખમદેવ ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પારડી નગરપાલિકા દ્વારા પાર નદીની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સિવાય પારડી ચાર રસ્તા, ચંદ્રપુર, ચીવલ રોડ, દાંતી ફળિયુ, વાણિયાવાડ, ગાયત્રી સોસાયટી અને ભેંસલાપાડા વિસ્તારમાં પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!