ગુજરાત એલર્ટ l આહવા
GSRTC ના ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના સાપુતારા બસ સ્ટેશન ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ, અને જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
સમગ્ર રાજ્ય કક્ષાએ ચાલી રહેલા એસ. ટી. નિગમના આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ ડિવિઝનના આહવા ડેપોના હસ્તક આવતા, સાપુતારા કંટ્રોલ પોઇટ બસ સ્ટેશન ખાતે, નવોદય વિદ્યાલયના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ, તેમજ ડેપોના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. સ્વચ્છતા થકી ડેપોને અતી સુગમ બનાવ્યુ હતુ.
આ વેળા આસપાસના પ્રજાજનોમાં જાગૃતિ કેળવતા સ્વચ્છતાનો સંદેશો પાઠવવા માટે ‘સ્વચ્છતા રેલી’નું પણ જુદા જુદા બેનરો અને સ્લોગનો સાથે આયોજન કરાયું હતું. સાથે જ વિધ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ નાટક પણ રજુ કરાયું હતુ.
કાર્યક્રમમાં એસ.ટી. વિભાગના લાયઝન અધિકારી ભાવેશ પટેલ, વલસાડ વિભાગના સિનિયર મેકેનીકલ એન્જિનીયર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલ સ્ટાફગણ, એપ્રેન્ટિસ ભાઇઓ તેમજ એસ.ટી. કેન્ટીનના સંચાલક ગણપતભાઇ પુરોહીત ઉપસ્થિત રહ્યા હતાં.
આહવાના ડેપો મેનેજર કિશોરસિંહ પરમારે સ્વચ્છતાના આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.