ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ૩૦ માર્ચને શનિવારે CET (Common Entrance Test) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લામાં CETના ૫૧ કેન્દ્રોમાં કુલ ૧૬૭૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૨૦૯૧ વિદ્યાર્થીઓએ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ૫૯ કેન્દ્રોમાં કુલ ૧૫૮૯૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષાના તકેદારીના ભાગરૂપે વર્ગ ૧ અને ૨ ના ૬૪ જેટલા અધિકારીઓની ઓર્બ્ઝવર તરીકે કલેકટર કચેરી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષાનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભૂસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.