નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ/ડાંગ લોકસભા બેઠકનાં “મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય”નો શુભારંભ કરાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ-ડાંગ લોકસભા બેઠકનાં “મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય”નો શુભારંભ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ સ્ટેલર ઝોન અબ્રામા ખાતે કરવામાં આવ્યો હતો.
કાર્યાલય શુભઆરંભ પ્રસંગે વલસાડ તીથલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી. નડાના હસ્તે ગાંધીનગર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું.

આ તબકકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાના માર્ગદર્શક પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સી. આર. પાટીલ દ્વારા સમગ્ર ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ઉપર એક સાથે એક જ સમયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભઆરંભ કરી ગુજરાત ભાજપ સંગઠનને એક વધુ આગવી ઓળખ આપી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાજી દ્વારા વર્ચ્યુઅલી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને આવનારી લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત હેટ્રિક કરી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ૫ લાખથી વધુના મતોની લીડથી જીતાડવા તમામ કાર્યકર્તાઓને અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી.

વલસાડના અબ્રામા સ્ટેલર ઝોન બિલ્ડીંગ ખાતે વલસાડ/ડાંગ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શુભઆરંભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ એસ.ટી. મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, વલસાડ લોકસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી કરસનભાઈ ટીલવા, સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી, વલસાડ ડાંગના સંસદસભ્ય શ્રી ડો.કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની ઉપસ્તીથી રહી હતી. ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, સોનલબેન સોલંકી, જીતેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો,વિવિધ મંડળના હોદ્દેદારો, જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકા ના સભ્યો,શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો જિલ્લા મીડિયા,સોશિયલ મીડિયા, આઈ.ટી.ના કન્વીનરો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!