ગુજરાત એલર્ટ l આહવા
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત તા.૧૫ મી નવેમ્બર ને ‘જનજાતીય ગૌરવ દિવસથી, ઝારખંડના ખૂંટીથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેશના ખુણે ખુણે પહોચી લોકોને યોજનાકીય માહિતી પુરી પાડવાની સાથે, આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ પણ તમામ લોકો લઇ રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના દુર્ગમ અંતરિયાળ વિસ્તારમાં પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો સંકલ્પ લેવા, પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા, અને પ્રજા કલ્યાણની યોજનાઓની જાણકારી આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકરાના વિવિધ મહાનુભાવોએ પણ ડાંગના ડુંગરા ખેડયા હતા.
દરમિયાન કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ ધવલીદોડ અને સુબિર ખાતે યોજાયેલ યાત્રામા જોડાયા હતા. તેમજ પી.એમ ઓફિસના ડાયરેક્ટર એશ્વર્યાં સિંઘ ચિચિંનાગાવઠા તેમજ ઉમરપાડા ગામની યાત્રામા સહભાગી થયા હતા. વલસાડ-ડાંગના સાંસદ સભ્ય ડો.કે.સી પટેલ ધવલીદોડ અને સુબિર ખાતે યાત્રામા જોડાયા હતા. તો વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ વઘઇ, ચિચિંનાગાવઠા, આહવા, ઘોંઘલી, વાંગણ, હનવતચોંન્ડ, ચિકટીયા, દિવાનટેમ્બ્રુન, ગાઠવી, નાનાપાડા, નડગચોંન્ડ, ધવલીદોડ, સુબિર, ડોન, વાહુટીયા, બીજુરપાડા, જુનેર, ગારખડી, શિંગાણા, ગાંવદહાડ ગામની યાત્રામા જોડાયા હતા.
ઉપરાંત ગણદેવી-ચીખલીના ધારાસભ્ય અને પૂર્વમંત્રી નરેશભાઇ પટેલ શિવારીમાળ ગામની યાત્રામા જોડાયા હતા.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબ, વંચિત, યુવાન, મહિલાઓ અને ખેડુતો માટે હંમેશા ચિંતિત છે. અને ભારત સરકારે સૌના કલ્યાણનો સંકલ્પ વ્યકત કર્યો છે. ત્યારે ઘર આંગણે આવેલી યાત્રાનો લાભ લેવા સાથે જ સૌને વિકસિત ભારતનો સંકલ્પ લેવા સૌ મહાનુભાવોએ લોકોને અનુરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લામા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતો ફરીને વિવિધ લોક લાભાન્વિત કર્યા હતા. આ યાત્રામા કુલ ૨૯૯૬૭ લોકો જોડાયા હતા. જેમને આ મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા હતા.