ગુજરાત એલર્ટ । વલસાડ
કપરાડા તાલુકાના અંભેટી ગામમાં આવેલા જન શિક્ષણ સંસ્થાન દ્વારા “ભારતીય ભાષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટાપોંઢા કૉલેજના પ્રાધ્યાપક ડૉ. આશા ગોહિલનું વક્તવ્ય યોજાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ટ્રેનિંગ સેન્ટરની બહેનોને આશા ગોહિલ દ્વારા પોતાની માતૃભાષા પર નિપુણતા મેળવવા ઉપરાંત વધુ ને વધુ ભારતીય ભાષાઓ શીખવા,સમજવાની જરૂરીયાત દર્શાવી ભાષા દ્વારા ભાષા સંવાદિતા સાધી શકાય છે એ અભિગમ કેળવવાની જરૂરિયાત સમજાવી હતી. વિવિધતામાં એકતા છે.
એ જ રીતે એકથી વધુ ભારતીય ભાષાની જાણકારીથી ઘણા બધા કાર્યો સરળતાથી થઈ શકે એના ઉદાહરણો પૂરાં પાડી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ભાષાઓને પ્રોત્સાહન પૂરું પાડવા થઈ રહેલા કાર્યોની ઝાંખી કરાવી મહાકવિ સુબ્રમણ્ય સ્વામીની જન્મ જયંતી તા.૧૧મી ડિસેમ્બરના દિવસને ભારતીય ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એ વિશે વિગતે વાત કરી હતી. જન શિક્ષણ સંસ્થાનના પ્રોગ્રામ ઓફિસર રીનલ આહીર, ફિલ્ડ કો-ઓર્ડીનેટર નૂતન પટેલ, અંકિતા ચૌધરી, ભાવિકા પટેલ, મિખીલ જાદવ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.