ગુજરાત એલર્ટ । વલસાડ
૨૬- વલસાડ બેઠક પર યુવા મતદારોથી માંડીને મોટેરાઓ દ્વારા પણ ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન થયું હતું. ભર તડકામાં પણ લોકો હિટવેવની પરવા કર્યા વિના સહકુટુંબ પરિવાર સાથે પોતાના અમૂલ્ય માતાધિકારનો ઉપયોગ કરવા માટે બુથ પર પહોંચ્યા હતા. વાપીના બુથ નંબર ૨૨૮ પર વાસ્તવ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા, યુવા તેમજ વરિષ્ઠ મતદારો એક સાથે મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મજબૂત લોકતંત્ર અને દેશના સર્વાંગી વિકાસ માટે અવશ્ય મતદાન કરવાનો સંદેશ લોકો સુધી ગુંજતો કર્યો હતો.
લોકશાહીના પર્વની ઉજવણીઃ વાપીમાં યુવા, મહિલા અને વરિષ્ઠ મતદારો સામુહિક મતદાન માટે ઉમટ્યા
