ધરમપુરમાં વિશ્વ બાલિકા દિવસની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની માહિતી અપાઈ. આરોગ્ય, સુરક્ષા, રોજગાર અને સરકારી સહાય સહિતના વિષયો પર માર્ગદર્શન અપાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા આઇસીડીએસ (Integrated Child Development Services) કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ધરમપુરના મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં કરવામાં આવી હતી. “બેટી બચાઓ, બેટી પઢાઓ’’ યોજના અંતર્ગત” “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

​​આ કાર્યક્રમમાં ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, SHE ટીમ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, કાનૂની શિક્ષણ શિબિર, વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ, તાલુકા કાનૂની સેવા સમિતિ ધરમપુર, જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ, પુર્ણા યોજના અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

​ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી. આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નીલમ પટેલ દ્વારા આઇસીડીએસને લગતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડૉ.રોનકબેન દ્વારા એનીમિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ જેવી કે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, નારી સંરક્ષણ ગૃહ, ૧૮૧ મહિલા અભયમ યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ની માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા ધારાબેન દ્વારા બાળકો માટેની કાયદાકીય માહિતી આપી હતી. ત્યારબાદ પીએસઆઇ કે.કે.પરમાર દ્વારા સાયબર અવેરનેસની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

​આ કાર્યક્રમમાં ૨૭૨ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ, પંચાયતના ઉપપ્રમુખ કમલબેન, કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન, ન્યાય સમિતિના લીલાબેન, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા ધારાબેન, પેનલ એડવોકેટ પી.બી.આહિર, સીડીપીઓ ધરમપુર જ્યોતિબેન, સીડીપીઓ પારડી હસુમતિબેન, સીડીપીઓ રીટાબેન, પ્રોટેકશન ઓફિસર કમલેશભાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઈ ગિરાસે, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ, પીએસઆઇ સી.ડી. ડામોર, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટર કર્મચારીઓ, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્ય સેવિકા બહેનો, કિશોરીઓ હાજર રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!