વલસાડમાં 26મી જાન્યુઆરીની 26 કિમીની સાઇકલ રાઇડ કરી ઉજવણી સન ડે સાઇકલિંગ અંતર્ગત વીઆરજી દ્વારા સાઇકલ રાઈડ યોજાઈ હતી

ગુજરાત એલર્ટ | વલસાડ
સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાઇકલીંગ સન ડેની ઉજવણી થઇ રહી છે. જેની ઉવજવણી કરવા વલસાડમાં પણ વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીના રોજ 26 કિમીની સાઇકલ રાઇડનું આયોજન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. વીઆરજીએ ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી યોજેલી આ સાઇકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા. તેમણે વલસાડમાં 26 કિમીની સાઇકલ રાઇડ કરી 26મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી.
સન ડે સાઇકલીંગની આ ઇવેન્ટમાં વલસાડના અનેક સાઇકલીસ્ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી અને મહિલાઓ પણ સહભાગી થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વીઆરજીના સભ્ય ડો. કલ્પેશ જોશી, ડો. ભૈરવીબેન જોષી, ડો. સુધીર જોષી દ્વારા કરાયું હતું. હવે દર રવિવારે ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયકલિંગ કરવાનું આયોજન વીઆરજી, ત્રયમ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા થઇ રહ્યું છે.
26મી જાન્યુઆરીના રોજ 26 કિમીની સાયકલ રાઈડ સર્કિટ હાઉસ થી શરૂ થઈ હતી. જે પહેલા તિથલ સ્વામિનારાયણ મંદિર ત્યાંથી પરત થઈ ને સાંઈ મંદિર રોડ, લશ્કરી રોડ થઈ મગોધ ડુંગરી, અટાર તળાવ પર પહોંચી ત્યાંથી સિવિલ રોડ થઈ સર્કિટ હાઉસ પર પરત થઈ હતી. રાઈડ પૂર્ણ થયા બાદ તમામ સાયકલિસ્ટો ને મેડલ અર્પણ કરાયા હતા. તેમજ ત્યારબાદ સાયકલિસ્ટો એ સર્કિટ હાઉસના રાષ્ટ્ર ધ્વજને સલામી આપી છૂટા પડ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!