CBSE બોર્ડે જાહેર કરી ધો. 10 અને 12ની માર્કિગ સિસ્ટમ: સમજી લો શું છે ફેરફાર?

ગુજરાત એલર્ટ | અમદાવાદ
સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ ધોરણ 10 અને 12ની પરીક્ષા 2024 માટે માર્કિંગ સ્કીમ બહાર પાડી છે. આ માર્કિંગ સ્કીમ થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવી છે. સ્કીમ મુજબ, CBSE ના તમામ વિષયના પેપરોને મહત્તમ 100 માર્ક્સ ફાળવવામાં આવ્યા છે. તેમાંથી થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને ઈન્ટરનલ એસેસમેન્ટમાં અલગ-અલગ માર્કસ આપવામાં આવશે. આ યોજના ધોરણ 10ના 83 વિષયો અને ધોરણ 12માના 121 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. જો આપણે વિસ્તૃત રીતે કહેવું હોય તો 10મા ધોરણના વિષયો જેમ કે સંગીત, ચિત્રકામ, કોમ્પ્યુટર વગેરેની પ્રેક્ટિકલ પરીક્ષા 50 ગુણની હશે. જ્યારે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આંતરિક મૂલ્યાંકનના માર્કસ 20 નક્કી કરવામાં આવ્યા છે.
12માની વાત કરીએ તો ભૂગોળ, મનોવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બાયોટેકનોલોજીમાં પ્રેક્ટિકલમાં 30 માર્કસ છે. પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, ડાન્સ અને હોમ સાયન્સમાં 50 માર્કસનું પ્રેક્ટિકલ હશે. તેમ છતાં સંપૂર્ણ સૂચિ જોવા માટે આપ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Share this post

error: Gujarat Alert Content is protected !!