ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી દમણિયા સોની મંડળ વલસાડ ધ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારના રોજ સવારે ૮ વાગ્યા થી બપોરે ૨ વાગ્યા સુધી તીથલ બીચ પર “બીચ કાર્નિવલ”નું આયોજન કરવામા આવ્યું હતુ.
આ બીચ કાર્નિવલમા વલસાડ, બીલીમોરા,નવસારી, સુરત, અમદાવાદ, મુબઇ સુધીના જ્ઞાતિજનો જોડાયા હતા. આ બીચ કાર્નિવલમા ૫ વર્ષ થી ૭૫ વર્ષ સુધીના જ્ઞાતીજનો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતુ. જેમાં તમામે ભાગ લઇ કાર્યક્રમ ને ખૂબ ઉત્સાહથી માણયો હતો. કાર્નિવલમાં વિવિધ વિસરાતી જતી રમતો જેવીકે લીંબુ ચમચી, બુક બેલેન્સ, સંગીત ખુરસી, કપલ ગેઇમ, જેવી રમતો રાખવામા આવેલ હતી. આ વર્ષે કાર્નિવલમાં મુખ્ય અતિથિ માટેનો કોન્સેપ્ટ બદલાયો હતો અને વડિલોના બદલે યુવા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. જે વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિમાં કાઠું કાઢ્યું હોય એવા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાયું હતુ. જેમાં જાનવી પારેખ, કોષા પારેખ, પુર્વા પારેખ, બ્રિજેશ પારેખ, નિરાલી પારેખ, હર્ષિવ પારેખ, સાત્વી પારેખ, હર્ષ પારેખ, મિત પારેખ, દર્શ પારેખ, અવની પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક રમતોમા ઈનામો રાખવામા આવેલ હતાં. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દેવાંગ પારેખ દ્વારા કરવામા આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ માટે વલસાડ મંડળના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ પારેખ, પ્રમુખ સૌરભભાઇ પારેખ, કારોબારી સભ્ય ભક્તિબેન દેવાંગભાઇ પારેખ, રૂપેશભાઇ પારેખ તથા મંડળના તમામ કારોબારી સભ્યો તથા તમામ વોલિયેન્ટરો મહેનત કાર્યક્રમમાં રંગ લાવી હતી.