કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમ યોજાયો: વર્લ્ડ વિઝન ઈન્ડિયા દ્વારા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત એલર્ટ | આહવા
તારીખ ૭ જૂનના રોજ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇ ખાતે ડાંગ જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે ‘કેરિયર ગાઇડન્સ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના દોડીપાડા, ભવાડી, ચિકાર, આંબાપાડા, કોયલિપાડા, બોરપાડા, ગીરા, કોસીમપાતળ, અને ગોદડીયા ગામના કુલ ૬૧ જેટલાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં તજજ્ઞો સર્વશ્રી અજય પટેલ,ડૉ.જે.બી.ડોબરીયા, સેન્ટ સ્ટીફન કોલેજ-આણંદનાં શૈલેષ પરમાર,રોમન શેખ, વઘઈ સરકારી પોલિટેકનિક કોલેજના દિનેશ રાઉત, વર્લ્ડ વિઝન ઇન્ડિયાનાં પ્રોજેક્ટ ઓફિસર પ્રસન્ના આર સહિત અન્ય વિભાગોમાંથી પધારેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ધોરણ ૧૦ અને ૧૨ પછી કયા ફિલ્ડમાં જઈ શકાય, ડોક્ટર, નર્સિંગ તેમજ આઈ. ટી સેક્ટરમાં જવાં માટેના કોર્ષની પસંદગી, તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ફ્રી શિપ કાર્ડની યોજના અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ‘કેરિયર ગાઇડન્સ’ કાર્યક્રમની સાથે સાથે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અને કુપોષણને દુર કરવા ‘ENOUGH’ કેમ્પેઇન પણ યોજવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!