ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષણ ગુણવત્તા સુધારણા અને વ્યવસ્થાપન ક્ષેત્રે નવીન આયામો અંતર્ગત વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન સાથે વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીન પહેલો કરી યુએન દ્વારા નક્કી થયેલ Sustainable Development Goals ટકાઉ ભવિષ્ય માટે “કરિયર કંપાસ” પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત વાપીના મા ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓની PRS સિસ્ટમથી મનોવૈજ્ઞાનિક કસોટી લઈ એમનાં રસ- રુચિ, ક્ષમતા અને અભિયોગ્યતા ટાઈપ જાણી અને ડેટાનાં આધારે વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીકેન્દ્રી આયોજન અને વિવિધ નવા પ્રોજેકટ્સ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ્સ દ્વારા રસરૂચિ ધરાવતાં ક્ષેત્રમાં ક્ષમતા કેળવવા માટે વ્યક્તિગત રીતે દરેક વિદ્યાર્થીઓનું તજજ્ઞ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. મનોવૈજ્ઞાનિક ટેસ્ટને આધારે ગાણિતિક ક્ષમતા અને ગુજરાતી ભાષાની સમૃધ્ધિ માટે વર્ગો, શિક્ષક તાલીમ, ઉત્કર્ષ અભિયાન, મુક્ત પ્રયોગશાળા, પ્રોજેક્ટ જ્ઞાન, ગુરુક્રાંતિ, આત્મવિશ્વાસ હેલ્પલાઇન અને ‘‘Enjoy the Exam”નું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઈનોવેશનને લીધે વલસાડ જિલ્લાના શિક્ષકો અને માતા-પિતાને વિદ્યાર્થીનાં રસ-રૂચિનાં આધારે ક્ષેત્ર પસંદ કરવામાં આ ઈનોવેશન સહાયરૂપ રહેશે તેમજ આ આધારે વલસાડ જિલ્લાના શિક્ષણને પણ નવીન દિશા મળશે તથા Sustainable Development Goalsને પણ સફળ બનાવવા માટે સહાયભૂત રહેશે.
વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની કારકિર્દીને માર્ગદર્શન આપતો “કરિયર કંપાસ” પ્રોજેક્ટ અમલમાં મુકાયો: વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક કસોટી લઈ એમનાં રસ- રુચિ, ક્ષમતા અને અભિયોગ્યતાના પ્રકાર જાણી વિદ્યાર્થીકેન્દ્રી આયોજન કરાયું
