ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મોખામાળ ગામનાં ફાટક પાસે એક યુવતી આત્મહત્યા કરવા માટે પ્રયાસ કરી રહી હતી. જેની જાણ સુબીર પોલીસ મથકની સી ટીમને થતા તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સુબિર પોલીસની સી ટીમે સ્થળ પર યુવતી પ્રત્યે સંવેદના દાખવી સમગ્ર બાજી સંભાળી લીધી હતી. અને યુવતીને યોગ્ય હૂંફ આપી હતી. તેમજ યોગ્ય કાઉન્સિલિંગ કરીને યુવતીને સમજ આપવામાં આવી હતી કે, આત્મહત્યા કરવો એ ગુન્હો છે, જેથી આ પ્રકારે ફરી પ્રયાસ ન કરવો તેવી કાયદાકિય સમજ પણ આપવામાં આવી હતી. ત્યારે સુબિર પોલીસ મથકની સી ટીમ દ્વારા યુવતીને આત્મહત્યા કરતા અટકાવીને ઉમદા કામગીરી કરવામાં આવતા આ પંથકમાં પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. કાઉન્સેલિંગ કરીને યુવતીને વાલીને સોંપવામાં આવી હતી.