ગુજરાત એલર્ટ | ગાંધીનગર
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહન અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે વલસાડ જીલ્લામાંથી ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જીલ્લા સંગઠન ચુંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી તેમજ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, જીલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી તેમજ કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી તેમજ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા ચુંટણી સહઅધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરારી, સહકારી આગેવાન શ્રી હર્ષદભાઈ કટારીયા સહિત પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.