C.I.D. વલસાડમાં.. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાં વેચતા વેપારીને ત્યાં સી.આઇ.ડી.ની રેડ.. અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ ટ્રેક સહિત રૂ. 27.90 લાખનો કપડાનો જથ્થો ઝડપી પાડ્યો

વલસાડ

વલસાડમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ
કપડા વેચતા વેપારીને ત્યાં સી.આઇ.ડી એ રેડ પાડી રૂ. 27 લાખથી વધુનો માલ કબ્જે કર્યો હતો.
વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ ટ્રેક અને ટીશર્ટનું વેચાણ કરતા હોવાની જાણકારી મળતાં કંપનીના અધિકારીઓ અને CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી. આ રેડમાં 3463 કપડાં જેની કિંમત 27.90 લાખનો કપડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ રેડ અંગે કંપનીના એડવોકેટ દિતિકા ચાવડાએ આપેલી માહિતી પ્રમાણે, નાઇકી સહિત અલગ અલગ બ્રાન્ડના સ્પોર્ટ્સ કપડાંનું વેચાણ કરતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વલસાડના રામવાડી વિસ્તારમાં મોટા પાયે વેચાણ કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી. જે આધારે CID ક્રાઈમ બ્રાન્ચની ટીમની સાથે કંપનીના અધિકારીઓએ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3463 કપડાં, 2 મોબાઈલ અને રૂ. 33,270 રોકડા મળી કુલ રૂ. 27.90 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી અંકિત એમ્પોરિયમના સંચાલક અભિષેક ખંડોર અને અંકિત ખંડોરની ધરપકડ કરી હતી.
આ દુકાનમાં નાઇકી સહિતના અલગ અલગ બ્રાન્ડના લોગોનો ઉપયોગ કરીને સ્પોર્ટસના ટીશર્ટ અને ટ્રેકનું હોલસેલમાં અને છૂટક વેચાણ ઘણા સમયથી કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી. સર્ચ ઓપરેશનમાં દુકાન અને ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના લોગો સાથેના કપડાં મળી આવ્યા હતા. જેના કારે બ્રાન્ડ વેલ્યુને અસર થતી હોવાથી કંપનીના અધિકારીઓએ રૂ. 27.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉન સીલ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!