વલસાડ
શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા વલસાડ વાપી, ગણદેવી, વાસદા તાલુકાની હોસ્પિટલ કે હોમકોરોનટાઇન થયેલા દર્દીઓ કે તેમની સેવામાં રોકાયેલા સ્વજનોને બે ટાઈમ મંડળ દ્વારા 131 જમવાની થાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક વર્ષથી કોરોનાવાયરસ ફેલાતા લોકોના રોજગાર ધંધા પડી ભાંગ્યા છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સપડાયા તો અનેક લોકોના મોત પણ થયા છે. આવા કપરા સમયે શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા સમાજના દાતાઓ ના સહયોગથી તારીખ 1/ 5 /2021 થી તા. 15/5/2021 દરમિયાન વલસાડ તાલુકાના હોમ કોરોનટાઇન અને વાપી, ગણદેવી, વાસદા તાલુકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સેવા કરવા માટે રોકાયેલા સ્વજનોને બપોરે અને રાત્રે બે ટાઈમ 131 જેટલી જમવાની થાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવામાં વિપિનભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના કાર્યકરોમાં અમિતભાઈ મેહવાલા, નિલેશભાઈ બારોટ, નીતીનભાઇ પટેલ, દીક્ષિત રાઠોડ, મિત પટેલએ સેવા બજાવી હતી. આવા કરોના કાળના કપરા સમયે માહ્યાવંશી સમાજના સેવાભાવીઓનો દર્દીઓ અને તેમની સેવામાં રોકાયેલા સ્વજનોએ આભાર માન્યો હતો.