અતુલમાં ગ્રામપંચાયત દ્વારા આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ થયું

ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વયં સંચાલિત સાદા અને ઠંડા પાણીનાં આર.ઓ. પ્લાન્ટનું ગામલોકોનાં વપરાશ માટે સરપંચ વિક્રમભાઈ અને તલાટી કૃણાલભાઈ પંડ્યા દ્વારા વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું.

જેમાં ૫ રૂપિયામાં ૨૦ લિટર સાદું પાણી અને ૧૦ રૂપિયામાં ૨૦ લિટર ઠંડું પાણી પાંચ રૂપિયાનાં સિક્કા અને સ્માર્ટ કાર્ડની મદદથી કોઈપણ વ્યક્તિ લઈ શકશે. આ ઉપરાંત આ દિવસે ગ્રામપંચાયત દ્વારા અતુલ ફાઉન્ડેશનનાં સહયોગથી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેનાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેનો અતુલ અને આસપાસનાં ગામનાં લોકોએ લાભ લીધો હતો. સરળતાથી અને ઓછા સમયમાં ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ થતાં લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!