ખેરગામ
ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન નિમિત્તે ગત શુક્રવારે ખેરગામ કન્યાશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા માટે ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા યોજયેલાં રક્તદાન કેમ્પમાં દાતાઓએ 36 યુનિટ રક્તદાન કરી દેશસેવાની ભાવના પ્રજ્વલિત કરી હતી. સવારે ૯:૦૦ થી બપોરે ર:૦૦ વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે નરેશભાઇ પટેલ (ધારાસભ્ય, ગણદેવી), ભીખુભાઇ આહિર (નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ), રક્ષાબેન પટેલ (ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ), પ્રશાંત પટેલ, શૈલેષ ટેલર, પૂર્વેશ ખાંડાવાલા, મુસ્તાન વ્હોરા, શશીકાંત પટેલ, લિતેશ ગાવીત, દિનેશ પટેલ રીંકુ આહીર વગરેઓ હાજર રહ્યાં હતાં.
આ રક્તદાન શિબિરમાં સેવાની ભાવનાથી રક્તદાન કરનારાં રક્તદાતાઓનો સૂરજ પટેલ અને ચેતન પટેલે દિલથી આભાર માન્યો હતો.
કોરોના કાળમાં લોહી કેટલી મોટી જરૂરિયાત બની જાય છે આવાં તબક્કે યુવા મોરચાએ કરેલું કાર્ય દેશસેવાથી કમ ન હોવાનું નવસારી જી. પં. પ્રમુખ ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવિન પટેલ, શાહિદ અને સાજીદ શેખે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.