વલસાડના ભદેલી દેસાઇ પાર્ટીખાતે આવેલા નવસર્જન સાર્વજનિક યુવક મંડળ ના 25 વર્ષ પુર્ણ થતા બ્લડડોનેસન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ ઉત્સાહથી બ્લડ ડોનેટ કર્યું હતું
કોરોના કાળમાં કેટલાક લોકોને બ્લડ ના મળવાથી મૃત્યુ થયું છે અને વલસાડ બ્લડ બેંકમાં પણ લોહી અછત હોય જેને લઇને વલસાડના યુવાનો બ્લડ કેમ્પ કરી રહ્યા છે વલસાડ તાલુકાના ભદેલી દેસાઈ પાર્ટીમાં આવેલા નવસર્જન સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થતાં આયોજક ના મંડળના યુવાનોએ લોહીની અછત ને કારણે આજરોજ નવસર્જન સાર્વજનિક યુવક મંડળ, રામ યુવક મંડળ,નવ યુવક પ્રગતિ મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડના ધારાસભ્ય હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં નવ યુવાનો એ ઉત્સવમાં ભાગ લઈને બ્લડ ડોનેટ કરવામાં આગળ આવ્યા હતા જ્યારે બ્લડ ડોનેટ કરનારા યુવાનોને મંડળ દ્વારા ગીફ્ટ પણ આપવામાં આવ્યું છે આ કેમ્પમાં ૧૦૦થી વધુ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે આ યુવાનોએ નવી પહેલ ચાલુ કરી છે જ્યારે અત્યારના યુવાનો સમાજ સેવા કરવાનું ભૂલી ગયા છે ભદેલી નવસર્જન સાર્વજનિક યુવક મંડળ. રામ યુવક મંડળ. અને નવયુવક પ્રગતિ મંડળ આ યુવાનોએ અલગ સોચ રાખીને સમાજસેવા કરવા માટે આગળ આવીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે