ગુજરાત એલર્ટ । અમદાવાદ
જ્યારે નેતાઓની ઉંમર 70 વર્ષથી વધુ થશે ત્યારે તેઓ સક્રિય રાજનીતિથી દૂર થઈને નવી પેઢીને આગળ વધારશે એમ નક્કી કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાના આ સંકલ્પથી પાછળ હટી ગઇ છે.
મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. આ માટે તમામ પક્ષોના નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ રાજ્યમાં સભાઓ અને રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીને ત્રીજી વખત સત્તામાં લાવવા માટે મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પોતાની સરકાર બચાવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહી છે. ભાજપના સૌથી વૃદ્ધ ઉમેદવાર 80 વર્ષના વર્તમાન ધારાસભ્ય છે.
આ માટે પાર્ટી પોતાના સંકલ્પથી પાછળ હટી ગઇ છે. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે નેતાઓની ઉંમર 70 વર્ષથી વધુ થશે ત્યારે તેઓ સક્રિય રાજનીતિથી દૂર થઈને નવી પેઢીને આગળ વધારશે. આ વખતે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રી અને એક મહાસચિવ સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ વખતે 70 વર્ષથી વધુ ઉંમરના 14 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં સૌથી મોટી ઉંમર 80 વર્ષ છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસે 70 વર્ષથી વધુ ઉંમરના 9 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે કર્ણાટકની ચૂંટણીમાં પરાજય બાદથી પાર્ટીને થોડું ઘણું શીખવા મળ્યું છે.