કેન્દ્ર-રાજય સરકારને બિરદાવતી ભાજપ કારોબારીઃ મોદીના જન્મદિને વિવિધ કાર્યક્રમો: ગુજરાત ભાજપ ડીજીટલ યુગમાં: કારોબારી સભ્યો-ચૂંટાયેલા સભ્યો સહિત ૧૦ હજારને ટેબ્લેટ ભેટ : નરેન્દ્રભાઇ અને વિજયભાઇની સરકારને અભિનંદન આપતો ઠરાવઃ ર૦રરનો જંગ જીતવા કેવડિયામાં ઘડાતી રણનીતિ

અમદાવાદ: ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો ગઇકાલે સાંજથી કેવડિયા કોલોની નર્મદા જિલ્લા ખાતે પ્રારંભ થયો છે. ગઇ રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમ બાદ આજે સવારથી કેન્દ્રીય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ અને શ્રી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં વિધિવત પ્રારંભ થયો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ સ્વાગત પ્રવચન કરેલ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણિએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા, દર્શનાબેન જરદોસ, દેવસિંહે વગેરે ઉપસ્થિત છે પ્રથમ સત્રમાં મોદી સરકાર અને રૂપાણી સરકારની પ્રજાલક્ષી કામગીરીને બીરદાવતો ઠરાવ થયો છે. સાંજે સમાપત વખતે આગામી કાર્યક્રમો જાહેર થશે.તા.૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિન આવી રહ્યો છે. તે નિમિતે વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ મંદિરોમં આરતી-પૂજા વગેરે રાજયવ્યાપી કાર્યક્રમો યોજાનાર છે. શ્રી મોદી ૭ ઓકટોબર ર૦૦૧થી મૂખ્યમંત્રી હતા ર૦૧૪ થી વડાપ્રધાન છે તેમના સતાકાળના બે દાયકા આવતી ૭ ઓકટોબરે પુરા થઇ રહ્યા છે. તેની ઉજવણીનું આયોજન થઇ રહ્યું છે. આજે હાજર તમામ કારોબારી સભ્યો અને આમંત્રીત સભ્યોને પાર્ટી તફરથી ટેબ્લેટ અપાયેલ ધારાસભ્યો, પંચાયતો, પાલિકા વગેરેમાં ચૂંટાયેલા ભાજપના સામયે સહિત કુલ ૧૦ હજાર લોકોને ટેબ્લેટ અપાશે આજે પેપરલેસ કારોબારી થઇ છે ડીજીટલ યુગના પ્રવેશમાં ગુજરાત મોખરે છે. ર૦રર ની ચૂંટણી જીતવા કાર્યકરોને સક્રિય રહેવા આહવાન કરવામાં આવ્યંુ છે.
નરેન્દ્રભાઇ નેતૃત્વમાં દેશમાં અને વિજયભાઇ તથા નીતીન પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં કોરોનાના સામના માટે થયેલી તેમજ વિવિધ યોજનાઓ દ્વારા થયેલી વિશ્વલક્ષી કામગીરીને અભિનંદન ઠરાવ દ્વારા બીરદાવવામાં આવી છે.
પ્રદેશ ભાજપ કારોબારીએ ઠરાવમાં જણાવેલ કે ભારતમાતાને પર વૈભવના સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાક પરીશ્રમ કરતી કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે સાત વર્ષમાં ”સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્રને ચરિતાર્થ કરવા શરૂ કરેલ જન કલ્યાણકારી યોજનાઓ અને લીધેલા રાષ્ટ્રહિતના નિર્ણયો દ્વારા દેશના સર્વાગી વિકાસની જે કામગીરી કરી રહી છે. તેને ગુજરાત પ્રદેશ ભાજપાની આ કારોબારી અભિનંદન પાઠવે છે.
ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે કરેલા અનેક લોકહિતના કાર્યો માટે ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી અભિનંદન પાઠવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!