વલસાડના અટગામમાં વિકસિત ભારત સંકલ્ય યાત્રા આખો દિવસ ફરતી રહી, અનેક લોકોને યોજનાથી લાભાન્વિત કર્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
વિકસિત ભારત સંકલ્ય યાત્રા વલસાડ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરી પ્રજાની સુખાકારી માટે કલ્યાણલક્ષી યોજનાઓની ભેટ આપી રહી છે ત્યારે જે ગામમાં ૫૦૦૦ કે તેથી વધુ વસ્તી હોય તે ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આખો દિવસ ભ્રમણ કરશે અને સરકારની વિવિધ યોજના અંગેની માહિતી અને તેના લાભો લોકોને આપવામાં આવશે. જે અંતર્ગત તા. ૫ ડિસેમ્બરના રોજ વિકાસ રથ વલસાડ તાલુકાના અટગામમાં પહોંચ્યો હતો. જ્યાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, આજે અટગામ ગામમાં વિકાસ રથ આવી પહોંચ્યો છે, જેના થકી લોકોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મળશે અને એવી અનેક યોજનાઓ એવી પણ છે કે જેની બહુધા લોકોને ખબર હોતી નથી. આ રથ એટલા માટે જ ફરી રહ્યો છે કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાનો વિકાસ સરળતાથી કરી શકે છે. સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ, પીએસ કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, આવાસ યોજના સહિતના અનેક યોજનાઓ છે, જે લોકો વંચિત હોય તેઓ સરળતાથી યોજનાઓનો લાભ લઈ શકે છે. છેવાડાના માણસ સુધી સરકારની યોજનાના લાભ પહોંચવા જોઈએ તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ પહોંચી લોકોને વિવિધ યોજનાના લાભ આપી જીવન ધોરણ ઉપર લાવવામાં મદદરૂપ થઈ રહી છે.

આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. કમલ ચૌધરી, ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશરબેન કસલી મદદનીશ ખેતી નિયામક તેજલ પટેલ તેમજ ગામના સરપંચ મિતાલીબેન યોગેશભાઈ પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આરોગ્ય ખાતા દ્વારા ગોઠવાયેલા કેમ્પનો ૧૩૮ લોકોએ લાભ લીધો હતો. ટીબીની ૭૦ અને સિકલ સેલની ૮ લોકોએ તપાસ કરાવી હતી. ઉજવલા યોજના હેઠળ ૧૯ લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. નવા ૧૯૦ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ પર ૧૧૦ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા. સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાની માહિતી આપતા સ્ટોલ વિવિધ સરકારી ખાતા દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. જેનો આખો દિવસ દરમિયાન ગ્રામજનોએ લાભ લીધો હતો.

સોઈલ હેલ્થ કાર્ડના લાભથી ખેતરમાં ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યુઃ લાભાર્થી ખેડૂત

મેરી કહાની, મેરી જુબાની હેઠળ વલસાડના અટગામના ખેડૂત બળવંતસિંહ ઠાકોરે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે, બાપ દાદાના સમયથી અમે ચીલાચાલુ ખેતી કરતા આવ્યા હતા. વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં આડેધડ ખાતર અને જંતુનાશક દવાના છંટકાવથી ખર્ચ વધતો હતો અને ઉત્પાદન ઘટતુ હતું. જેથી એક દિવસ ખેતીવાડી શાખાનો સંપર્ક કરતા મને સોઈલ હેલ્થ કાર્ડ વિશે માહિતી મળી. જેનો ઉપયોગ કરતા જમીનમાં ક્યાં પોષક તત્વોની જરૂર છે અને કયો પાક લઈ શકાય તેની માહિતી મળતા હવે મારો ખર્ચ ઘટ્યો છે અને આવક વધી છે. જે બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનુ છું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!