વલસાડના સરોધીમાં ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પતેલની ઉપસ્થિતિમાં વલસાડના સરોધી ગામમાં યોજાઈ હતી. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના ૯ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઘર આંગણે સરકારી યોજનાના લાભો મેળવ્યા હતા.

ધારાસભ્યશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરિત કરાયા હતા. આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૧૫૦ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. જેમાં ટીબીની ૨૫ અને ૫૮ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ઉજવલા યોજના હેઠળ ૨ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકાર મળી કુલ ૯ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના ૬ લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ આશિષભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન, સરપંચ ગીરિશભાઈ પટેલ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!