ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામના ભૈરવી ગામે કાળીચૌદસ નીમીતે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામા આવ્યુ હતું. ભૈરવી હનુમાન ફળિયા હનુમાનજીના મંદિરે ફળિયાના તથા ગામ લોકોએ 108 હનુમાન ચાલીસા તથા યજ્ઞ કરવામા આવ્યો હતો. આ યજ્ઞ શનિવારે સવારે 9 વાગ્યાથી બપોર 1 વાગ્યે સુધી સતત ચાલ્યો હતો. સાથે જ હનુમાન ચાલીસા પાઠ અને હવન કરવામા આવ્યો હતો. આ મંદિરે દર વરસે કાળીચૌદસ નિમિતે 108 હનુમાન ચાલીસા કરવામા આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પિન્ટુભાઈ, અનિલભાઈ, જયેશભાઈ, રમણભાઈ, નટુભાઈ, અશોકભાઈ, નિતેશભાઈ , બીપીનભાઈ તેમજ આયુષી, દિયા પટેલે ખુબ મહેનત કરી હતી.