ખેરગામમા ૪ જૂનથી કોરોના મૃતકોને સ્મરણાર્થે ભાગવત કથા યોજાશે.

ખેરગામ નવસારી જિલ્લા ના ખેરગામ ગામે કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૦૫ મી કથા ૪ જૂનથી ફેસબુક ઓનલાઈન કોરોના મૃતકોને સ્મરણાર્થે આરંભ થશ જેનુ દિપ પ્રાગટય કામદાર નેતા આ.સી.પટેલ (સોલધરા) અને દિવસેભાઈ હરેશભાઈ શર્મા (ધનોરી) ના હસ્તે થશે. ગં.સ્વ.લીલાબેન મકનભાઈ પટેલ ના મુખ્યયજમાન પડે સ્વ.સુધાબેન મોહનલાલ ભક્ત ના સ્મરણાર્થે જીતુભાઈ ભકત તરફથી ૭ દિવસ નુ બ્રહ્મભોજન અપાશે. દરરોજ સવારે ૯ થી ૧૧ ચાલનારી આ ભાગવત કથા મા ભદ્રેશભાઈ અને સંજયભાઈ વ્યાસ (અમદાવાદ),રમણભાઈ છનાભાઈ પટેલ (સુખેશ),એડવોકેટ અશ્વિનભાઈ પટેલ (ખડકી,ડુંગરી),વિમલભાઈ કપિલદેવ ભટ્ટ (તીધરા,ઉદવાડા),શૈલેષભાઈ ખાલપભાઈ પટેલ (સુખેશ),યશભાઈ હિમાંશુભાઈ દેસાઈ (અમલસાડ),હંસાબેન અશોકભાઈ ઈટવાલા (ભરૂચ),ગં.સ્વ.દક્ષાબેન અશ્વિનભાઈ પટેલ (સુખેશ) ના મનોરથી પડે યોજાશે. પ્રફુલભાઇ શુકલ ફેસબુક આઈટી -PRAFULBHAISHUKLABAPU ઉપર ભારત સહિત વિશ્વ ના ૩૨ દેશોના લોકો આ કથા નુ શ્રવન કરશે. ૧૦ તારીખે અમાસના દિવસે કથા ની પુણાંહુતી કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!