ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લાનું 48 મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2023 -24 નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે યોજવામાં આવ્યું હતું .જેમાં ડાંગ જિલ્લા ની કુલ 85 કૃતિઓએ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ભાગ લીધો હતો જે અંતર્ગત માધ્યમિક વિભાગમાં અલગ અલગ પાંચ કૃતિઓ પસંદ પામી હતી જેમાં વિભાગ એક(સ્વાસ્થ્યમાં) બારીપાડા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ બારીપાડા ની જીન થેરાપી- ધી નેક્સ્ટ જનરેશન થેરાપી કૃતિ ઝોન કક્ષા માટે પસંદગી હતી. જનીન થેરાપી એ આધુનિક ટેકનોલોજી છે જે આવનાર પેઢી માટે આશીર્વાદરૂપ દવા બની શકે છે મનુષ્યમાં કેટલાક રોગો એવા હોય છે જે વારસામાં ઉતરે છે જે પેઢી દર પેઢી તેના સંતાનોમાં સ્થાનાંતરિત થતા રહે છે જેવા કે શિકલ સેલ હેમોફીલિયા રંગ અંધતા થેલેસેમિયા વગેરે વઘઈ ખાતે યોજાયેલ આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023-2024 માં બારીપાડા એકલવ્ય મોડેલ રેસીડેન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ કૃતિબેન રુસ્તમભાઈ ગામીત તેમજ મનીષભાઈ કુંવરસિંહભાઈ ભાગ લીધો હતો તેમજ સ્કૂલના શિક્ષક છાયાબેન. એ. ઠાકરે દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો તેમજ બારીપાડા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની કૃતિ ઝોન કક્ષાએ પસંદ પામતા શાળાના આચાર્ય પંકજભાઇ ગાવીત તેમજ ઉપ આચાર્ય હેમંત ભાઈ પટેલ દ્વારા વિજ્ઞાન મોડેલ કૃતી ના વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળા પરિવારના શિક્ષકોમાં ખુશી છવાઈ હતી.