ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમ અમદાવાદ મુકામે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબનાં હસ્તે આજરોજ બાર કાઉન્સિલની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. જે ગુજરાતના વકીલોને ખુબ જ ઉપયોગી નીવડશે.
ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમ અમદાવાદ મુકામે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબનાં હસ્તે તથા ગુજરાત સરકારના કાયદા મંત્રી ૠષિકેશભાઈ પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ તથા સમગ્ર ગુજરાતનાં જિલ્લા તથા તાલુકા વકીલ મંડળના હોદ્દેદારો તથા બે હજાર ઉપરાંત વકીલોની હાજરીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન પી. ડી. પટેલ દ્વારા ગુજરાત સરકારના કાયદા મંત્રી ૠષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાયદા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે વકીલ મિત્રોની નોટરી તરીકે પસંદગી થઇ છે એવા મિત્રોને થોડા સમયમાં નોટરી તરીકેના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં વલસાડથી શ્રી મનીષભાઈ રાણા, રાકેશભાઈ પટેલ, વાપીથી સતિષભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, ઉમરગામથી કૌશિકભાઈ સાલિયા, વિશ્વકર્મા તથા ચીન્ટુભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીથી પ્રમુખ નેવીલભાઈ પટેલ, અજયભાઇ ટેલર, હરીશભાઈ સાવલિયા તથા બળવંતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ લોન્ચિંગ કરવામાં આવેલ બાર કાઉન્સિલની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન ગુજરાતના વકીલોને ખુબ જ ઉપયોગી નીવડશે.