અતુલ ઉલ્હાસ કપ (U-19) ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બી.એ.પી.એસ વલસાડની ટીમ વિજેતા

ગુજરાત એલર્ટ | વલસાડ
ઉલ્હાસ જીમખાના આયોજીત ૧૫મા ઉલ્હાસ કપની માહિતિ આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે ડી પટેલે જણાવ્યું હતું કે તા.૫-૧૨-૨૦૨૪ નાં રોજથી તા.૧૬-૧૨-૨૦૨૪ સુધી ચાલેલ આ ટૂર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની ૧૬ ટીમોએ ભાગ લીધો હોય તે પૈકી ફાયનલ મેચ દક્ષિણા વિદ્યાલય(નારગોલ) અને બી.એ.પી.એસ વલસાડની સ્કૂલ વચ્ચે રમાઈ હતી. જેમાં બી.એ.પી.એસ વલસાડની ટીમ વિજેતા થઈ હતી. મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સીરીઝ તરીકેનાં બંને ઈનામો બી.એ.પી.એસ. નાં ખેલાડી યસ પટેલના ફાળે ગયા હતા. તથા બેસ્ટ બોલર તરીકેનું ઈનામ પણ બી.એ.પી.એસ. નાં ખેલાડી રૂષિકેશ ટંડેલના ફાળે ગયા હતા. બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફીલ્ડર તરીકેનાં ઈનામો દક્ષિણા વિદ્યાલય(નારગોલ) સ્કૂલનાં ખેલાડીઓ અનુક્રમે નયન સરકાર અને પ્રણવ બારીયાને ફાળે ગયા હતા. આ ટૂર્નામેન્ટમાં ઉદ્ઘાટન તથા ઈનામ વિતરણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એવા નારગોલ સ્કૂલનાં સ્પોર્ટ ટીચર અભિષેક, બી.એ.પી.એસનાં ગુપ્તા સાથે(U-19) સ્કૂલ ટૂર્નામેન્ટ કમિટિ મેમ્બર હોમિયાર કાસદ, કમલ દેસાઈ, સુંદરભાઈ પસ્તાગીયા, વિજયભાઈ પટેલ, મિનેષભાઈ પટેલ સાથે ઉપસ્થિત હર્ષદભાઈ પટેલ, સંજયભાઈ નાયક, માજી રણજી ટ્રોફી પ્લેયર ભાવેશ બારીયા, હિતેશભાઈ કેપ્ટન, કિરણભાઈ ટંડેલ, ઉલ્હાસ સેક્રેટરી જે. ડી. પટેલનાં શુભ હસ્તે વિજેતા-ઉપવિજેતા ટીમોને મેડલ, રોકડ પુરસ્કાર તથા ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
અંતમાં કમલભાઈ દેસાઈએ આ ટૂર્નામેન્ટમાં વધુ યોગદાન આપનાર સુંદરભાઈ પસ્તાગિયા, નરેન્દ્રભાઈ ટંડેલ(કોસંબા), રાજ પટેલ, દેવદત્ત દેસાઈ(યુએસએ) શાહીન ધારી(યુ.કે) તેમજ ઉદ્ઘાટન અને ઈનામવિતરણ સમારંભમાં ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!