ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આગલા દિવસે તા. ૧૪ ઓગસ્ટે “ પાર્ટીશન હોરરર્સ રેમેમ્બ્રન્સ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વલસાડના અબ્રામા સ્થિત સાંઈ લીલા મોલમાં વિભાજન વિભીષિકા સ્મૃત દિવસની પ્રદર્શની યોજવામાં આવી છે.
ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે એ. કે. કલસરિયા, એડિશનલ કલેકટર અને ડાયરેક્ટર, ડી.આર.ડી.એ. દ્વારા સંબોધનમાં જણાવાયુ હતું કે, કોઈપણ પ્રકારનું વિભાજન એ ખૂબ જ દુઃખદાયક હોય છે પછી ભલે એ પરિવારનું હોય કે દેશનું કે પછી બીજી કોઈપણ રીતે હોય, એમાંથી આપણે શિક્ષા લઈને હંમેશા આગળ વધવું જોઈએ.
બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય પ્રમુખ શૈલેન્દ્રકુમાર સિંહએ જણાવ્યું કે, પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ચિત્રોને જાહેર જનતા સારી રીતે જુએ અને તેની શબ્દોની ઊંડાઈને ધ્યાનપૂર્વક સમજે એવી નમ્ર અપીલ છે. આ પ્રદર્શન તારીખ ૧૫/૦૮/૨૦૨૪ સુધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી વિનામૂલ્યે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેને લાભ લેવા અનુરોધ કરાયો છે.