21મી જાન્યુઆરીએ વલસાડમાં અયોધ્યા આનંદ ઉજવાશે: તિથલ દરિયાકિનારે 51 હજાર દીવડાં પ્રગટાવી વર્લ્ડ રેકર્ડ કરાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
500 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રીરામની પ્રતિમાની તા. 22.01.24 ના રોજ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. જે ગૌરવવંતી ક્ષણની પૂર્વ સંધ્યાએ તા.21.01.24 નાં રોજ સમગ્ર વિશ્વમાં હિન્દુ સમાજે બીજી દિવાળી મનાવવાનું નક્કી કર્યું છે.

જે મુજબ વલસાડની હિન્દુ સેવા સંસ્થા અને સર્વ હિન્દુ સમાજ દ્વારા તા.21.01.24 નાં રોજ સાંજે 6:30 કલાકે તિથલ દરિયા કિનારે 51,101 દીવડાં પ્રગટાવી મહાઆરતી કરવામાં આવશે.
51,101 દીવડાં પ્રગટાવવા સંબધે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય આયોજક રતનસિંહ ચૌહાણએ માહિતી આપતા જણાવ્યું હતું કે 500 વર્ષ પછી આ દિવસ આવ્યો છે. ત્યારે તે દિવાળી કરતાં પણ વધુ છે. અને એને આનંદથી મનાવી લેવા માટે સર્વ હિન્દુ સમાજ એક થયો છે. અમારી સાથે 51 હજાર દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાઈ છે.

તિથલના બીચ ઉપર આવેલા વોક વે ઉપર દીવડા પ્રગટાવવામાં આવશે. જેમાં લગભગ 15 હજારથી વધુ લોકો એકત્ર થવાનો અંદાજ છે. મહિલાઓ દ્વારા ફૂલહારના ઉપરાંત રંગોળી દ્વારા ડેકોરેશન કરવામાં આવશે. હિન્દુ અગ્રણી બકુલભાઈ રાજગોરે જણાવ્યું હતું કે 51 હજાર દીવડાં પ્રગટાવી વર્લ્ડરેકોર્ડ થવા જઈ રહ્યો છે. જેમાં ઉપસ્થિત રહેવા સમગ્ર વલસાડ નવસારી જિલ્લાના લોકોને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવને તેમણે ધામધૂમથી ઉજવવા અપીલ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!