ગુજરાત એલર્ટ । વલસાડ
લોકશાહીમાં મતદાન એ લોકતંત્રનો પ્રાણ છે ત્યારે આગામી તા.૭ મેના રોજ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લા ટર્ન આઊટ ઈમ્પ્લિટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં RWS(રેસિડેન્શિયલ વેલફેર સોસાયટી)માં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે.
RWS મીટિંગ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં જિલ્લા ચૂંટણી તંત્રની સ્વીપ મેનેજમેન્ટ કમિટીની ટીમ પહોંચીને પાંચ મુદ્દાની સમજ આપી રહી છે. જે અંગે સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાએ જણાવ્યું કે, રહેણાંક સોસાયટી તેમજ કંપનીઓમાં પણ જઈને મતદારોને પાંચ મુદ્દાની સમજ આપી જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં
(૧) મતદાર યાદીમાં નામ છે કે નહીં તે ચકાસી લેવુ
(૨) કેટલાથી કેટલા સમયગાળા દરમિયાન મતદાન કરવા જઈ શકાશે
(૩) કયા બુથ પર મતદાન કરવા જવાનું છે તે જાણી લેવુ
(૪) ઈલેકશન કાર્ડ ન હોય તો તેવા સંજોગોમાં ઓળખના અન્ય કયા પૂરાવા લઈ જવા
(૫) પોતે મતદાન કરવુ અને અન્ય લોકો પાસે પણ મતદાન કરાવવું સહિતના પાંચ મુદ્દાની સમજ મતદાન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન મતદાતાઓને આપવામાં આવી રહી છે.
RWS હેઠળ ગામડાઓમાં, શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે જિલ્લામાં કુલ ૫૭૨ જેટલી જગ્યાઓએ સ્વિપ નોડલ અધિકારી, બીઆરસી, સીઆરસી, શાળાના આચાર્ય, શિક્ષકો અને BLOશ્રી દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપી મતદાન કરવા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ સિવાય કપરાડા તાલુકાના હાટ બજાર, મેડિકલ સ્ટોર્સ, કરિયાણા,કપડા, સ્ટેશનરીની દુકાનો તેમજ વાપીના ડુંગરા ખાતે હરિયા પાર્કમાં પણ મતદાન જાગૃતિ અંતર્ગત પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ તાલુકામાં થયેલી મીટિંગ