વલસાડ
વલસાડ નજીક આવેલ પારનદીમાં આજરોજ બપોરના સમયે વલસાડ તાલુકાના અતુલ વાડી ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવકે અગમ્ય કારણસર મુખ્ય પારનદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારતા ચકચાર મચી જવા પામી હતી.
અતુલ વાડી ફળિયા ખાતે રહેતા 22 વર્ષીય પ્રિન્સ નિલેશભાઈ પટેલએ શનિવારના રોજ બપોરના 2 વાગ્યાના સુમારે કોઈક અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું .જેની પ્રથમ જાણ ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટના યુવાનોને કરતા તાત્કાલિક બોટ લઈને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા સ્થળ પર આવી પહોચી હતી. મૃતક યુવકના પરિવારના નિવેદન લઇ વલસાડ રૂરલ પોલીસ મથકે ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા મોકલી આપી હતી. જોકે આ બનાવ અંગે યુવક પ્રિન્સ નિલેશ પટેલે શા માટે આત્મહત્યા કરી જે અંગે સ્થળ પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જોકે પરિવારો ઘટના અંગે ઘરે બોલાચાલી થયા હોવાનું જણાવી રહ્યા હતા. વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસે હાથ ધરી છે.