અતુલના ઉતરા પ્રોજેક્ટે ૨૧૩૬ મહિલાઓને સક્ષમ બનાવી: આ મહિલાઓએ જાત મહેનતે રૂ. ૭૯.૧૨ લાખની બચત કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
૧૯૪૭ માં ભારતમાં સ્વતંત્રતા મેળવ્યા બાદ દેશનાં નેતૃત્વ માટે સૌથી મોટો પડકાર રાષ્ટ્રનિર્માણની સાથે ગરીબી સામે લડવાનો હતો.અતુલની સ્થાપના કસ્તૂરભાઈ લાલભાઈ કે જેઓ એક દેશભક્ત, અદ્વિતીય ભવિષ્યદ્રષ્ટા અને સામાજીક સંસ્થા નિર્માણનાં પ્રણેતા હતા. તેમનામાં રહેલી રાષ્ટ્રવાદી ભાવનાએ તેમને ગ્રામ્ય વિસ્તારોમાં આત્મનિર્ભરતા, સશક્તિકરણ, રોજગારીની તકો અને સંપતિનાં સર્જન માટે કામ કરવા પ્રેરિત કર્યા. કસ્તૂરભાઈએ અતુલને માત્ર એક ધંધાકીય સંસ્થા તરીકે નહીં પરંતુ માનવીય દ્રષ્ટિએ ગ્રામ્ય ભારતનાં વિકાસ તરફ આગળ વધતી એક અનોખી સફળગાથા બનાવી.
સશક્તિકરણ દ્વારા વંચિત સમુદાયોની જીંદગી પર ગહન પ્રભાવ પાડવાની દ્રષ્ટિ સાથે અતુલ આજે પણ તેમના સ્થાપકનાં ધ્યેયને અનુસરી રહ્યું છે. ફક્ત એક વર્ષ પછી કે જ્યારે કંપનીનાં પ્રથમ ઉત્પાદન પ્લાન્ટોનો આરંભ થયો હતો ત્યારે તેમની આ વિચારધારાને અનુસરી ૧૯૫૩ માં “ઉર્મિ પ્રોજેક્ટ” ની સ્થાપના કરવામાં આવી. જેનું લક્ષ્ય અતુલ ગામનાં અને આસપાસનાં વિસ્તારોમાં મહિલાઓને સક્ષમ બનાવવાનું હતું. ઉર્મિ પરંપરાગત રીતે મસાલા બનાવનાર નિગમિત સંસ્થા છે.

કંપનીનાં વારસાને આગળ વધારતા અતુલ ફાઉન્ડેશન કે જે અતુલ કંપનીની સામાજીક જવાબદારીઓનો એક ભાગ છે અને સ્થાનિક સમુદાયોનાં સશક્તિકરણ માટે અનેક પ્રોજેક્ટો ચલાવે છે.
અતુલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ એક્સેલન્સ એ અતુલ અને ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રાયબલ વિકાસ વિભાગની એજન્સીની જાહેર-ખાનગી સંયુક્ત ભાગીદારી છે. જે ગ્રામ્ય યુવાનોને વોકેશનલ અભ્યાસક્રમો દ્વારા સક્ષમ બનાવી રોજગારી માટે તક પૂરી પાડે છે. આ ઉપરાંત અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ અને તેની આસપાસનાં ગામોનાં સમુદાયોને કુશળતા વિકાસ અભ્યાસક્રમો કરાવીને પણ મદદરૂપ થાય છે.
આ પહેલથી અત્યાર સુધી ૧૮૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી ચૂક્યું છે.જેમણે જરૂરી કુશળતાઓ મેળવી રોજગાર માટેની સંભવિત તક મેળવી છે.
અતુલ ઉત્તરા પ્રોજેક્ટે મહિલાઓ માટે સ્વસહાય જૂથો બનાવવામાં સફળતા મેળવી છે.જે તેમને એકબીજાની મદદ અને સહકાર માટે મદદરૂપ થાય છે. હમણાં સુધી કુલ ૫૮૬ સ્વસહાય જૂથો બની ચૂક્યા છે. જેણે ૨૧૩૬ મહિલાઓને સક્ષમ બનાવી છે અને આજે તે કુલ ૭૯.૧૨ લાખની બચત કરી ચૂકી છે. આ જૂથોમાં આંતરિક ઉધાર વ્યવસ્થા દ્વારા સભ્યોને સુરક્ષિત ક્રેડિટ વ્યવસ્થા મળે છે.આ જૂથોને નાના વ્યવસાયો શરૂ કરવા માટે પણ તાલીમ આપવામાં આવે છે.જેમકે આભૂષણ બનાવવા, સાબુ બનાવવા વગેરે.
ગૌદાન પ્રોજેક્ટ દ્વારા અતુલ ફાઉન્ડેશન આદિવાસી પરિવારોને ગાય અને વાછરડા પૂરા પાડે છે જે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે અને આવક વધારવાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે. અત્યાર સુધી ગુજરાત અને ઓરિસ્સામાં ૩૭૫ ગાયો અને વાછરડાઓનું ગ્રામ્ય પરિવારોને વિતરણ કરીને તેમને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
૨૦૨૪ માં “અધિકાર પ્રોજેક્ટ” શરૂ કરવામાં આવ્યો જે ગામ્ય વિસ્તારોમાં લોકોને આવશ્યક સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ વગેરે મેળવવામાં મદદ કરે છે. પ્રોજેક્ટની ટીમ આ યોજનાઓમાં નોંધણી કરવા, યોજનાઓનાં દસ્તાવેજો પ્રાપ્ત કરવા અને યોજનાઓનાં લાભો કેવી રીતે મેળવવા તે સમજાવવામાં મદદરૂપ બને છે.અત્યાર સુધી ૧૭,૮૫૨ વ્યક્તિઓને અલગ અલગ સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવી છે.
અતુલ ફાઉન્ડેશન સમુદાયોને સક્ષમ બનાવીને તેમના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીને નવા માર્ગો પર આગળ વધતું રહ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!