ગુજરાત એલર્ટ । અમદાવાદ
રેલવે વિભાગ દ્વારા ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કાર્યવાહી કરીને આવા મુસાફરોને પકડી તેમની પાસેથી દંડ વસૂલ થઈ રહ્યો છે. કેટલાક મુસાફરો એવા હોય છે કે જેઓ ટિકિટ લાઇનથી બચવા તેમજ પૈસા ખર્ચવા ન પડે તે માટે વગર ટિકિટે અથવા તો અન્ય કોઈ રીતે મુસાફરી કરતા હોય છે. આવા લોકો સામે દિવાળી સમયે રેલવે વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
અમદાવાદ રેલવે મંડળ પર એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધી ટિકિટ ચેકિંગનું ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 15.53 કરોડ રુપિયાની રકમ રેલવેને પ્રાપ્ત થઈ છે. જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા કાયદેસર ટિકિટ સાથે મુસાફરી કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
દિવાળી દરમિયાન લોકો પોતાના વતને તહેવાર અને વેકેશન મનાવવા જતા હોય છે. જેના કારણે રેલવેમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. આવા સમયે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો સામે દિવાળી સમયે રેલવે વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. રેલવે વિભાગ દ્વારા ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કાર્યવાહી કરીને આવા મુસાફરોને પકડી તેમની પાસેથી દંડ વસૂલ કરાવી રહ્યો છે.