વલસાડ શહેરમાં લગ્ન પ્રસંગમાં પોલીસે કોવિદ ગાઇડલાઇન મુજબ ચેકિંગ હાથ ધર્યું

વલસાડ
વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર આર આર રાવલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને લગ્ન પ્રસંગોમાં કોવિડની ગાઈડ લાઈન મૂજબ 50 માણસો સાથે લગ્ન પ્રસંગમાં મંજૂરી આપવામાં આવી હતી. પોલીસને લગ્નપ્રસંગોમાં કોવિડની ગાઈડ લાઈનનું ચેકીંગ કરવા માટે સૂચન કર્યું હતું જેમાં ગૂરૂવારના રોજ વલસાડ સીટી પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય એમની ટીમ સાથે જ્યાં લગ્ન પ્રસંગ હોય જેમકે વલસાડ મોચી સમાજની વાડીમાં, .હનુમાન ભાગડા .અબ્રામા માં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં સીટી પોલીસે કોવિડની ગાઈડ લાઈનનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં તમામ લગ્ન પ્રસંગોમાં .સેનેટાઇઝ, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું પાલન થતું જોવા મળ્યું હતું. પોલીસે પ્રસંગના સંચાલક ને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!