ગુજરાત એલર્ટ । વલસાડ
પ્રથમ વખત મતદાન કરનાર વલસાડના અબ્રામાના યુવા મતદાર આર્યન સોલંકીએ ફર્સ્ટ ટાઈમ મતાધિકારના ઉપયોગની ખુશી વર્ણવતા જણાવ્યું કે, લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણીમાં એક એક વોટ મૂલ્યવાન હોય છે. આજે મારા જીવનમાં સૌ પ્રથમ વાર મતદાન કરી જાગૃત અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. મારી જેમ અન્ય યુવા મતદારોને પણ આળસ છોડી આજે સૌ પ્રથમ પહેલું કામ મતદાન ત્યારબાદ જ બીજા કામ કરવા આગ્રહ કરું છું. આ મારા જીવનની પ્રથમ ચૂંટણી છે જેમાં મતાધિકારનો ઉપયોગ કરી ખૂબ જ ખુશી સાથે દેશનો જવાબદાર નાગરિક હોવાનો ગર્વ અનુભવું છું. આપણા દેશના બંધારણે આપણને મતાધિકાર આપ્યો છે તો આપણી દરેકની નૈતિક ફરજ છે કે, આપણા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ. તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરું છું.