પારડીના ઉમરસાડી કોટલાવમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન, ૪૬૩ લોકો ઉપસ્થિત રહ્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં તા. ૨૬ ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો. જેમાં ૪૬૩ લોકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૩૬૮ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૧૦ લોકોએ ટીબી અને ૮૯ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨ મહિલાઓએ પીએમ ઉજ્જવલ્લા યોજનામાં નોંધણી કરાવી હતી. ૧૮૨ આભા કાર્ડ માટે નોંધણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના ૧૦ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ સહિત બાલદા અને સુખેશ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!