ગુજરાત એલર્ટ | મુંબઈ
ફિલ્મ ધ લેડી કિલર’ના નામે એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. જ્યાં ફિલ્મે પ્રથમ દિવસે માત્ર ૩૮૦૦૦ રૂપિયાનું બોક્ષ ઓફિસ કલેક્શન કર્યું હતું. કુલ ૪૫ કરોડમાં બનેલી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર કમાણી માંડ કુલ એક લાખ રુપિયા થઈ છે.
આ ફિલ્મ માટે ખુદ અર્જુન અને ભૂમિએ પણ કોઈ પ્રચાર કર્યો ન હતો. ફિલ્મ નું પ્રચાર ન થવાને કારણે દર્શકો સુધી આ ફિલ્મ પહોંચી જ નહિ.
આ ફિલ્મ મૂળ સ્ક્રિપ્ટ કરતાં અડધીપડધી બનાવીને જ રીલીઝ કરી દેવામાં આવી હોવાની કબૂલાત પણ નિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર તથા કલાકારો વચ્ચે ગંભીર મતભેદો પણ સર્જાયા હતા. આથી, આ ફિલ્મ અડધી જ બનાવીને છોડી દેવામાં આવી હતી. એક દિવસ અચાનક તેનું ટ્રેલર રીલીઝ થયું હતું અને તેના થોડા દિવસોમાં જ ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરી દેવામાં આવી હતી.