ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ કચેરીમાં હોમગાર્ડ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા વલસાડ બ્લડ બેંક અને વલસાડ હોમગાર્ડનાં સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડનાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ શિબિરમાં વલસાડ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિવ્યાંગ ભગત, અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ અને અન્ય અધિકારીઓએ હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. આ શિબિરમાં કુલ ૫૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.