નવસારી જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખપદે જામનપાડાનાં અરવિંદ ગરાસિયાની નિમણૂક

ખેરગામ
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખશ્રી ભુરાલાલ શાહ તથા અન્ય અગ્રણી હોદ્દેદારો દ્વારા ખેરગામ જામનપાડાના ભાજપી કાર્યકર શ્રી અરવિંદભાઈ નારણભાઈ ગરાસિયાની ભાજપના અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવતા ખેરગામ તાલુકાના કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
જામનપાડા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને નિવ્રૃત સેલ્સટેક્સ ઓફિસર શ્રી અરવિંદભાઇએ ત્રણ વર્ષ સુધી ખેરગામ તાલુકા આદિવાસી મોરચાનું પ્રથમ પ્રમુખપદ સુપેરે નિભાવ્યું હતું . ૨૦૧૯ માં ભાજપ સંગઠન પર્વના કન્વિનર તરીકે વિશેષ જવાબદારી ઉઠાવી સફળતા મેળવી હતી.
ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા બાદ ચૂંટણીઓમાં વિસ્તાર તરીકે, સદસ્ય નોંધણીની સારી કામગીરી કરી હતી. હવે આદિવાસી મોરચાના જિલ્લાકક્ષાના પ્રમુખ બનતા છેવાડાના આદિવાસી સુધી મારી સેવા બજાવવા તત્પર રહીશ સાથે સાથે પક્ષની કાર્યવાહી પણ નિષ્ઠાથી બજાવીશ એવું અરવિંદભાઈ જણાવે છે અને સૌ કાર્યકર્તાઓનો, રાજય-જિલ્લાના પ્રમુખ શ્રી હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરે છે. ખેરગામ તાલુકાને કોઈપણ પક્ષ દ્વારા સૌપ્રથમ વખત જિલ્લા પંચાયત પ્રમુખપદ અને આદિવાસી મોરચાના પ્રમુખપદનો લાભ મળ્યો છે જેનાથી ખેરગામ તાલુકામાં સારા કામો-વિકાસની આશા સેવાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!