વલસાડ જિલ્લાના ૭૬ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર અપાયાં

ઉમેદવારોની જિલ્લાની ૪૨ શાળાઓમાં નિમણૂંક કરવામાં આવી: જિલ્‍લા કલેકટર શ્રી રાવલે નવનિયુકત નિમણૂંક પામેલા ઉમેદવારોને શિક્ષણના પવિત્ર વ્‍યવસાયમાં જોડાવવા બદલ અભિનંદન આપ્‍યા હતા.

વલસાડ
રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતે વિડીયો કોન્‍ફરસીંગના એક નવતર પ્રયોગ તરીકે બિન સરકારી અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓની શિક્ષણ સહાયકની કેન્‍દ્રિયકૃત ભરતી દ્વારા સમગ્ર રાજય માટે ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં મેરીટ બેઝ આધારિત ફેસલેસ સીસ્‍ટમથી શિક્ષણ સહાયકોના ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંકના હુકમો એનાયત કર્યા હતા.
માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિકના ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક પત્ર એનાયત કરવાના રાજયવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લાના જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલે જિલ્લાની બિનસરકારી અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા શિક્ષણના જુદા જુદા વિષયના નિષ્‍ણાંત ૭૬ જેટલા ઉમેદવારોને શિક્ષણ સહાયકના ભલામણ પત્ર અને નિમણૂંકના હુકમો આજરોજ એનાયત કર્યા હતા. આ ૭૬ જેટલા ઉમેદવારોને જિલ્લાની ૪૨ શાળાઓમાં નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ વિષયોના ઉમેદવારો જેમાં અંગ્રેજી વિષયના ૧૫, કોમર્સ માધ્‍યમના ૧૫, અર્થશાષાના ૧૩, રસાયણ વિજ્ઞાનના ૯, ગુજરાતીના ૬, ગણિતના ૪, મનોવિજ્ઞાનના ૪, ભૂગોળના ૨, ભૌતિક વિજ્ઞાનના ૨, સંસ્‍કૃતના ૨, સમાજશાષાના ૨, જીવવિજ્ઞાનના ૧ અને આંકડાશાષાના ૧ મળી કુલ ૭૬ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
જિલ્‍લા કલેકરશ્રી રાવલે નવનિયુકત નિમણૂંક પામેલા ઉમેદવારોને શિક્ષણ જેવા પવિત્ર વ્‍યવસાયમાં જોડાવવા બદલ અભિનંદન આપ્‍યા હતા. અને તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભાકામનાઓ પાઠવી હતી.
આ અવસરે જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી કે. એફ. વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બારીયા તેમજ શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!