વલસાડ ભાજપ સંગઠનમાં 9 હોદ્દા પર કરાઇ નિમણૂક: કોને કોને મળી જવાબદારી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના ખાલી હોદ્દા ઉપર નિમણૂક કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લા ભાજપના ખજાનચી તરીકે વલસાડ પાલિકાના માજી ઉપપ્રમુખ અને સંજીવની મેડિકલ સ્ટોર્સના માલિક કૌશિકભાઈ માકડીયાની નિમણૂક કરાતા તેમના મિત્રવર્તુળમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
આ ઉપરાંત વલસાડ તાલુકા ભાજપ સંગઠનમાં મહામંત્રી પદે ગુંદલાવના લોકપ્રિય સરપંચ નીતિન પટેલ ઉર્ફે મીકાની નિમણૂક કરાય છે. જ્યારે મંત્રીપદે પીઠા ગામના સરપંચપતિ અને માજી સરપંચ એવાં વિનોદભાઈ આહીરની નિમણૂક કરાતા સમર્થકોમાં ખુશીની લાગણી ફરી વળી છે. જ્યારે વલસાડ તાલુકાનાં અન્ય મંત્રીપદે અટારનાં વર્ષાબેન રાઠોડની નિમણૂક કરાઇ છે.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે કરજુનના દેવજીભાઈ ગાવઠા, મંત્રીપદે રાબડાનાં પ્રિયંકાબેન પટેલ, ઉપરાંત કિસાન મોરચાના પ્રમુખ પદે પારડીના પ્રશાંત દેસાઈ, મહામંત્રી પદે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને જીગ્નેશભાઈ પટેલની નિમણુક કરાઇ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!