જામનપાડા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં દિકરીના જન્મ સમયે ૨૫ સાગ વાવવા વન પ્રયાવરણ મંત્રી મુકેશ પટેલની અપીલ

ગુજરાત એલર્ટ । ખેરગામ
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું શનિવારે લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.

પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં મંત્રી મૂકેશભાઈએ જણાવ્યું કે, ખેરગામ તાલુકાની જનતાની ઘણા સમયની લોકમાંગણી આજે સંતોષાય છે. પંચવટી કેન્દ્ ખુબ જ ઉપયોગી થશે તેમજ માઉલી માઈભકતો અહી માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહી ૩૦૦ માણસો માટે રસોડાની વાસણ સહિતની તમામ સગવડ રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઇ શકશે. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે કરે છે. જેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. દિકરીના જન્મ સમયે ૨૫ જેટલા સાગ વાવવા પણ મુકેશ ભાઈએ અપીલ કરી હતી. માઉલી માતાજી ધામ પર્યટન સ્થળ બને અને વધુ પ્રવાસીઓ આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. ઉપસ્થિત સૌએ વન પ્રક્રૃતિ જાળવણી સ્વચ્છતા અંગે સામૂહિક શપથ લીધા હતા.
ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આ વિકાસ કેન્દ્ર અત્રેના ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. માઉલી માતા આદિવાસી સમાજની કુળદેવી છે. આ સ્થળને સારા સારા વૃક્ષોનો ઉછેર કરી, રળિયામણું બનાવવામાં આવશે. જેથી પર્યટકો વારંવાર આ સ્થળની મુલાકાત માટે આવશે. મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.શશિકુમારે આજે પાણી બોટલમાં પીવાય છે જો વૃક્ષો નહીં હશે, ઉછેર નહીં કરીશું તો ઓક્સિજનની બોટલ લઈને પ્રાણ વાયુ લેવો પડશે એવી ચેતવણી ઉચ્ચારી હતી. આજે જે જગ્યાએ પોતે છે એના માટે વૃક્ષોએ જ મારા મા બાપને મદદ કરી છે. નાયબ વન સરંક્ષક ભાવનાબેન દેસાઇએ પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર વિશે ગ્રામજનોને જાણકારી આપવા સાથે વૃક્ષનું જતન કરી ગામને રળિયામણું બનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં વન મંત્રી, મહાનુભાવોએ પવિત્ર ઉપવન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ માઉલી માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, વલસાડના નાયબ વનસંરક્ષક નિશા રાજ, રેંજ ફોરેસ્ટ ઓફિસરઓ, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં જે દરેકને ચંદન બોન્સાઈ વગેરેના છોડ આપીને વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા હતા.
મંત્રી નવસારી ખાતે કરુણા અભિયાન નું ઉદ્ઘાટન કરવાનું હોવાથી અત્રે મોડા પધાર્યા હતા. જેથી ઉપસ્થિત પ્રજાને વિલંબ થવા બદલ જાણ કરી કાર્યક્રમ શરૂ કર્યો હતો. સભા સંચાલન વચલા ફળિયા નાન્ધઈ પ્રાથ. શાળાના ઉપશિક્ષક અનંત પટેલે કર્યું હતું.

વલસાડ ગુંદલાલ ખેરગામ માર્ગનું કામ શરૂ કરવા રજૂઆત

વલસાડ ગુંદલાલ ખેરગામ ૧૦ મીટરનો અને વલસાડ ગુંદલાવ હાઇવે વચ્ચે ફોરલેન બનાવવાનું કામ ૩૦ સપ્ટેમ્બર-૨૩ સુધીમાં પૂરું કરવાનું હતું જે નહીં થવામાં જંગલ ખાતાની જરૂરી મંજૂરી નહીં મળવાનું કારણભૂત છે. આ વિલંબ પ્રત્યે મુકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના વનમંત્રીને ખેરગામના માજી સરપંચ દ્વારા જાગૃત નાગરિક વિનોદ મિસ્ત્રીએ લેખિત રજૂઆત કરી ગુજરાત અને કેન્દ્રમાં એક જ પક્ષની ડબલ એન્જિન સરકાર હોવા છતાં આવો અતિશય વિલંબ પ્રત્યે ધ્યાન દોરી ૪૦ ગામોની જનતામાં બંને સરકાર માટે આ માર્ગ અધૂરો રહેતા ભારે ચિંતા વ્યાપી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!