ધરમપુર તાલુકામાં એનિમલ સેવિંગ સોસાયટી દ્વારા બે દિવસમાં 14 સાપ અને અજગરના રેસ્ક્યુ કર્યા

ધરમપુર તાલુકામાં એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ,નવસારી,ધરમપુર વિભાગની ટિમના મુકેશભાઈ આર.વાયાડ દ્વારા છેલ્લા બે દિવસમાં ૧૪ થી વધારે વન્યજીવને બચાવી લેવામાં આવ્યા છે જેમાં ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આ રેક્સ્યુ કરાયા છે ધરમપુર વનવિભાગના આર.એફ.ઑ. હિરેનભાઈ પેટલે ટેલિફોનિક જાણ કરી જેમાં અજગરના રેસ્ક્યુ કૉલ આવ્યા હતા તેમજ સ્પેકટિકલ કોબ્રા નાગ ઝેરી સાપ નિરોટોક્સિન ઝેર ધરાવે છે બરૂમાળ  દોડપાડા ફળીયામાં ઝેરી નાગ,બીલપુડી ડેરી ફળીયા માં એક કૂવામાં પડેલા કોબ્રા સાપને બચાવી લીધો હતો જ્યારે ધોબીધોવાણ નાયકીવાડમાં ઝેરી નાગ,ભેંસદરા નિશાળ ફળીયામાં ઝેરી નાગ, રાજપુરી-તલાટ પટેલ ફળીયા ઝેરી નાગ , તે ઉપરાંત ઓઝરપાડા માસ્તર ફળિયા ખાતે અજગરનું રેસ્ક્યુ કરાયું હતું લુહેરી નાયકપાડા ફળિયામાંથી અજગર,મોટી કાંગવી નિશાળ ફળિયામાંથી અજગર, માંકડબન જામનપાડા ફળિયા માંથી એક અજગર પકડ્યો હતો વલસાડના ચણવઈ રેંજના આર. એફ. ઓ અંજનાબેન પટેલ તેમજ તેમના સ્ટાફને ટેલીફોનક જાણ કરી દુલસાડ સરપંચ ફળીયાથી અજગર રેસ્ક્યુ કરાયું શિડયુલ એક આવતો અજગર ને બચાવી લીધો હતો અજગર બિનઝેરી હોય છે  ઓઝર પાડા નિશાળ ફળિયા વુલ્ફ (વરૂદંતી બિનઝેરી સાપ )  ઓઝરપાડા મંદિર ફળિયા ચેકડકિલબેક ( વૉટર સ્નેક ,ડેડવું બિનઝેરી સાપ ) ફૂલવાડી તાડ ફળીયાથી ધામણ સાપ બિનઝેરી કન્યા છાત્રાલય વાલોડ ફળીયાથી ધરમપુરથી ધામણ સાપ બિનઝેરી સાપ બચાવી લેવા માં આવ્યો હતો ઝેરી સાપ,આંશિક ઝેરી સાપ બિનઝેરી સાપ વન્યજીવની માહિતી ગુરુમાતા તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને  ખુબજ માહિતગાર કર્યા સાપ ખેડૂતનો મિત્ર હોય સર્પ પર્યાવરણની જાળવણી ખુબજ ઉપયોગી નીવડે છે દરેકે વન્યજીવ તેમજ વૃક્ષો વાવેતર કરી જંગલો બચાવ કરી આપણી ફરજ અદા કરવા માટે મુકેશભાઈ આર.વાયાડે સૌને વિનંતી અને માહિતી આપી હતી આમ બે દિવસમાં 14 થી વધારે ઝેરી બિનઝેરી સાપ અને અજગરના એનિમલ સેવિંગ સોસાયટીના મુકેશભાઈ વાયાડ અને તેમની ટિમ દ્વારા રેક્સ્યુ કરી આ તમામને એકાંત વાળા જંગલમાં સહિસાલામ છોડી દેવામાં આવ્યા હતાં

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!