ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે, સ્કોટ કાઈસા કંપનીની સામેથી પસાર થતા માર્ગ ઉપર તા. ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧-૩૦ વાગ્યાના સુમારે વોક્સવેગન વેન્ટો કાર નં.GJ-15-CK-0904ના અજાણ્યા ડ્રાઈવરે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આશરે ૩૫ થી ૪૦ વર્ષીય અજાણ્યા પુરૂષને અડફેટે લેતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. કાર ડ્રાઈવર કારને સ્થળ ઉપર જ મુકીને ભાગી ગયો હતો તેમજ કારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અજાણ્યા પુરૂષના વાલી વારસો અંગેની તેમજ કોઈ ઓળખ અંગેની માહિતી મળી ન હોવાથી હાલ લાશનું પીએમ કરાવી પારડી સ્મશાનગૃહ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. મૃતક વાલી વારસોની કોઈ ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
ઉમરસાડી કોસ્ટલ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી કારે ટક્કર મારતા અજાણ્યા યુવકનું મોત
