ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લામાં આજરોજ એસ.યુ.સી.આઈ કોમ્યુનિટીસ્ટ ડાંગ જિલ્લા સંગઠન કમિટી દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને સંબોધેલો આવેદનપત્ર આપી ડાંગ જિલ્લામાં નવેમ્બર મહિનાના અંતમાં ત્રણ-ચાર દિવસ સુધી ચોમાસાની માફક કમોસમી વરસાદ વરસતા ડાંગ જિલ્લાના મુખ્ય પાકો નાગલી, વરાઈ, અડદ તેમજ પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાની થઈ છે. નાગલીના પાક પર કમોસમી વરસાદ પડતા નાગલી કાળી થઈ ગઈ છે. અને તે આરોગતા કડવી લાગે છે. જેના લીધે તે ખાવા લાયક રહેતી નથી તેમજ પશુઓનો ઘાસચારો પણ ભીંજાઈ જતા તે સડી જવાનો ભય રહેલો છે. વ્યાપક નુકસાની થવા છતાં ડાંગ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સર્વે કરવામાં આવ્યા નથી. આ અગાઉ 2019 ના વર્ષમાં નુકસાની થતા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યા હતા. જે બાદ 2020-21 22 માં થયેલા કમસમી વરસાદમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના વળતર ખેડૂતોને ચૂકવ્યા નથી તેમજ આ વર્ષે પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારના નુકસાનીના સર્વે હાથ ધરાયા નથી. જેના લીધે ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. જે બાબતોને દયાને લઇ તંત્ર દ્વારા વહી લે તકે નુકસાની નો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.