વલસાડ વકીલ મંડળના પ્રમુખપદે અમિત ગુપ્તાની બિનહરીફ વરણી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ વકીલ મંડળ, વલસાડ GAWF/175 ના વકીલોના સને ૨૦૨૪-૨૦૨૫ ના હોદ્દેદારોની તા.૨૨/૧૨/૨૦૨૩ના રોજ ચૂંટણી નિમંણૂકની કાર્યવાહી પૂર્ણ કરતાં હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે. જેમાં પ્રમુખ તરીકે અમિતકુમાર યોગેશકુમાર ગુપ્તા, ઉપ-પ્રમુખ તરીકે ઉમેશકુમાર જગદીશભાઇ બાજપેઈ તથા વિશાલ રતિલાલ ઠાકુર, સેક્રેટરી તરીકે દીપકકુમાર કિકુભાઈ પટેલ, જોઇન્ટ-સેક્રેટરી તરીકે મનોજ શિવપ્રસાદ વિશ્વકર્મા તથા કુમારી હુફ્રીયા કેકી દારૂવાલા, ટ્રેઝરર તરીકે શૈલેષકુમાર ગોવિંદભાઇ ચૌહાણ, મેનેજીંગ કમિટીના સભ્યો તરીકે ભરતભાઇ બી. નાયક, અશોકકુમાર બી. સક્સેના, દીપકકુમાર પ્રકાશભાઈ મિશ્રા તથા કુમારી ચૈતાલી નરોત્તમભાઈ ટંડેલ, ઈ- લાઇબ્રેરીયન તરીકે મયૂરકુમાર છબીલદાસ મૌર્યા તથા લાઇબ્રેરીયન તરીકે સિરાજઅલી એસ. સૈયદ, પેટ્રન ઈન ચીફ તરીકે બેદરામ એન. ધાકરે તથા અમિતકુમાર યોગેશકુમાર ગુપ્તાની નિમંણૂક થઈ છે.

વલસાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં વકીલોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!