ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ પારડી ખાતે આવેલા રામલાલા મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વલસાડપારડી ગામની મહિલાઓ સહિત ગામના આગેવાનોએ મંદિરની સફાઈ સાથે વિવિધ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી છે.
આ સાથે રામલાલા ચેરીટેબલ ટ્રસ્ટના ઇન્ચાર્જ પ્રમુખ ગૌતમભાઈ દેસાઇ માહિતી આપતા જણાવ્યું કે, આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ અયોધ્યાનગરીમાં રામલાલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે.
તો એ નિમિત્તે વલસાડ પારડી ગામના રામલાલા મંદિરમાં રામયજ્ઞ અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮/૦૧/૨૦૨૪ ને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ મંદિરની સફાઈ અને રાત્રે ૯ થી ૧૦ ભજનનો કાર્યક્રમ કરાયો હતો. જે બાદ તા.૧૯/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રે ૮.૩૦ થી ૧૧ ગરબા, રામભજનો સુભાષ એન્ડ પાર્ટીનાં સથવારે આયોજન થયું હતું. તા.૨૦/૦૧/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ થી ૭.૦૦ રામાયણ ક્વીઝ, પાત્રોની વેશભૂષા સ્પર્ધા યોજાશે. તા.૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ રામજીની પાલખીયાત્રા તથા કળશયાત્રા રામલાલા મંદિરથી શરૂ થઈ ગામનાં ૮ ફળિયામા ફેરવવામાં આવશે. જેમાં ડ્રેસ કલર કેસરી રાખવામા આવ્યો છે. અને સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી શેરી શણગાર જેમાં દરેક ફળિયામાં સાથિયા પૂરી લાઈટીંગ અને આસોપાલવનાં તોરણ લગાવવામાં આવશે. જેમાં ફળિયાની દરેક બહેનોને ભાગ લેશે. તેમજ તા. ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૯ થી ૧૧ રામયજ્ઞ, મગોદ શાંતિમંદિરનાં બ્રાહ્મણો દ્વારા રામ ભગવાનની પૂજા રાખવામાં આવી છે. જેમાં સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ યુવાનોનાં ભજન રાખવામા આવ્યા છે. જેમા બપોરે ૧૨.૪૦ વાગ્યે મહાઆરતી, છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩ થી ૫ મહિલા મંડળ વલસાડ પારડી દ્વારા ભજન તથા રામાયણને સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરાશે. અને સાંજે ૬ થી ૮ અગ્રવાલ સમાજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મહાપ્રસાદ બપોરે ૧૨.૩૦ થી ૨.૦૦ વાગ્યા સુધી ફક્ત ગ્રામજનો માટે રાખવામાં આવ્યો છે. અને સાંજે ૬.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી સર્વ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગમાં રામલાલા ચેરીટેબલ ટ્રસ્ટના ઇન્ચાર્જ પ્રમુખ ગૌતમભાઈ દેસાઈ, કમિટી સભ્ય તુષાર વશી, પંકજ દેસાઈ, રાજુભાઈ દેસાઈ, કેતનભાઈ દેસાઈ, શૈલેષભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, અશોક દેસાઈ, કૌશલ દેસાઈ સહિત મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન દેસાઈ તથા ટીમના સભ્યો સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.