ગુજરાત એલર્ટ | આહવા
“ભારત સરકાર પુરસ્કૃત” મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. જ્યાં તા.9/02/2024 ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આહવા તાલુકાના બોરખેત ચેક પોસ્ટ થી એક આશરે 30 વર્ષ ની મહિલા મળી આવેલ, મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી દ્વારા કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાનું નામ સલમાબેન અને કલ્પનાબેન અને ગામ નંદુરબાર વિસરવાડી એમ અલગ અલગ ગામ જણાવેલ જેથી સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી દ્વારા મહિલા ના વાલી વારસદાર ની શોધ ખોળ માટે આહવા પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવેલ અને મહિલા ની તબિયત સારી ના જણાતા મહિલા ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ અને મહિલા ની સારવાર કરાવેલ ત્યાર બાદ મહિલા એ આપેલ માહિતી ના આધારે સેન્ટર ના કર્મચારી દ્વારા વિસરવાડી ગામના સરપંચનો કોન્ટેક કરેલ અને મહિલા નો ફોટો અને વિગત તપાસ કરાવતા મહિલા હલદાની ગામના છે. એમ જણાવેલ અને મહિલાના પરિવાર સાથે ટેલિફોન સંપર્ક કરીને વાત કરાવેલ મહિલાના વાલી મહિલાને તા.12/2/2024 ના રોજ રૂબરૂ આહવા લેવા માટે આવશે એમ જણાવેલ અને આજ રોજ તા.12/02/2024 ના રોજ મહિલા ને લેવા માટે આવી પહોંચેલ અને મહિલા ને સહી સલામત જોઈ ખુશી વ્યક્ત કરેલ અને જણાવેલ કે મહિલા છેલ્લા 4 મહિનાથી ઘરે થી નીકળી આવી છે. અને મહિલાની માનસિક સ્થિતિ સારી નથી એમ જણાવતા સેન્ટર ના કર્મચારી દ્વારા મહિલાની સારવાર કરાવવા સમજાવવામાં આવેલ,મહિલા વાલી ને ઓળખી જતા અને તેમની સાથે જવા માંગતા હોવાથી તેમજ વાલી મહિલા ને ઘરે લઈ જવા માંગતા હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી દ્વારા મહિલા નું વાલી સાથે ઘરે પુનઃ સ્થાપન કરવામાં આવેલ હતું.
આમ છેલ્લા 4 મહિનાથી પરિવાર થી વિખુટી પડેલી મહિલાનો સહી સલામત પરિવાર ને સહી સલામત કબ્જાની સોંપણી કરતા મહિલા ના પરિવારજનો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરતા ડાંગ જિલ્લા ના મહિલા અને બાળ અધિકારી કચેરી કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર વ્યક્ત કરેલ હતું.